ભરૂચ લીંક રોડ સ્થીત શ્રવણ વિદ્યાધામ ખાતે શાળામાં હાઉસ એક્ટિવિટીના ભાગરૂપે જી.કે. ક્વિઝ ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો. તેમાં કુલ ચાર હાઉસમાંથી 20 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, સ્પર્ધામાં કુલ ત્રણ રાઉન્ડ રાખવામાં આવ્યા દરેક રાઉન્ડમાં પાંચ- પાંચ પ્રશ્નોની પ્રશ્નોત્તરી કરવામાં આવી. જેમાં સામાજિક ક્ષેત્ર, સાંસ્કૃતિક ક્ષેત્ર,અભ્યાસ આધારિત પ્રશ્નો તથા વિદ્યાર્થીઓની વયકક્ષાને ધ્યાનમાં લઈને પ્રશ્નોત્તરી કરવામાં આવી વિદ્યાર્થીઓએ પોતાની આવડત અને ઉત્સાહપૂર્વક જવાબો આપ્યા.
આ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં વિચાર શક્તિ, ત્વરિત નિર્ણયશક્તિ, શ્રવણશક્તિ, નવું નવું જાણવું તથા એકબીજાના વિચારોની આપ- લે કરવી વગેરે જેવા ગુણોનો વિકાસ થાય છે તથા ભવિષ્યમાં વિદ્યાર્થી તેના જીવન વ્યવહારમાં પોતાની જ્ઞાન શક્તિનો ઉપયોગ કરતા શીખે છે.
આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે શાળાના શિક્ષિકા બેલાબેન પટેલ પ્રિયંકાબેન પટેલ અને સહાયક તરીકે વૈશાલીબેન ગજ્જર તથા હર્નીશભાઈ પટેલે કામગીરી બજાવી. સ્પર્ધામાં ગાર્ગી હાઉસ વિજેતા રહ્યું.
વિદ્યાર્થીઓને આચાર્ય, ટ્રસ્ટીગણ તથા શિક્ષકો તરફથી પ્રોત્સાહિત કરી શુભેચ્છા પાઠવવામાં આવી.