હાલ નવેમ્બર મહિનામાં વેલીયન્ટ પ્રિમિયર લીગ સિઝન 5 રમાવા માં જઈ રહી છે એક બાજુ ટી-20 વર્લ્ડકપ ચાલી રહ્યો છે બીજી બાજુ ગુજરાતમાં ચૂંટણી નો માહોલ બન્યો છે તેની વચ્ચે વેલીયન્ટ પ્રિમિયર લીગ સિઝન 5 ની પણ શરૂઆત થઈ રહી છે. વી. પી. એલની પહેલી સિઝન થી જ અમદાવાદ ના સલમાન પઠાણ અને છત્તીસગઢના ગાઝિ સુજાઉદીન રમી રહ્યા છે.
જ્યારે નર્મદા થી વિશાલ પાઠક વેલીયન્ટ પ્રિમિયર લીગ ની સિઝન 2 થી જોડાયા હતા વિશાલ પાઠક સિઝન 2 માં સુરત વોરિયર્સ, જ્યારે સિઝન 3 અને 4 માં રાજપીપલા કિંગ્સ ટિમનો કેપ્ટન બન્યો ટિમ ને ફાઇનલ સુધી પહોંચાડી અને સિઝન 5 માં અમદાવાદ ફાઈટર તરફ થી રમશે. જ્યારે છત્તીસગઢ નો ગાઝિ સુજાઉદીન પણ અમદાવાદ ફાઈટર ટિમ તરફ થી સિઝન 5 માં રમશે. ગાઝિ સુજાઉદી એ વેલીયન્ટ ક્લબનો સૌથી સિનિયર ખેલાડી છે. જેને વેલીયન્ટ ક્લબ તરફ થી 33 ટી-20 મેચ રમી ચુક્યો છે, જેમાં તેને 18.90 ની ઔસત થી 624 રન બનાવ્યા છે.
જેમાં સૌથી વધુ 56 બોલ માં 69 રન પણ બનાવ્યા છે, જ્યારે બોલિંગ માં 49 વિકેટ પણ લીધી છે, જેમાં એક મેચ માં 17 રન આપી 4 વિકેટ પણ લીધી છે. ગાઝિ એ વેલીયન્ટ ક્લબ તરફ થી 3 વાર નેપાળ ખાતે ટી-20 સિરીઝ પણ રમી ચુક્યો છે. છેલ્લા 10 વર્ષ થી વેલીયન્ટ ક્લબ તરફ થી રમી રહ્યો છે. 2018 માં વેલીયન્ટ માઇલસ્ટોન નો એવોર્ડ પણ ગાઝિ સુજાઉદીન ને મળી ચુક્યો છે.જ્યારે અમદાવાદ ના સલમાન પઠાણ પણ સિઝન 5 માં રમી રહ્યો છે અમદાવાદ ફાઈટર તરફથી 3 જી વાર કેપ્ટન તરીકે ફરજ બજાવશે.
જોકે સલમાન પઠાણ ની આ 5 મી સિઝન છે ગાઝિ સુજાઉદીન સાથે વેલીયન્ટ ની પહેલી સિઝન થી સલમાન પઠાણ રમી રહ્યો છે.જાન્યુઆરી 2022 માં રામાયેલ ક્લબ ચેમ્પિયનશીપમાં વાડી ખાતે રમાયેલ મેચમાં વિશાલ પાઠકે હેટ્રિક વિકેટ લીધી હતી અને અમદાવાદ ખાતે રામાયેલ ક્લબ ચેમ્પિયનશીપ માં સલમાન પઠાણ એ હેટ્રીક વિકેટ લીધી હતી. આ વર્ષે આ ત્રણેય સિનિયર ખેલાડી અમદાવાદ ફાઈટર ટિમ તરફ થી જ રમશે.
રિપોર્ટર: સર્જન વસાવા, ન્યુઝલાઇન,દેડીયાપાડા (નર્મદા)