
હાલમાં જ વિદાય થયેલા ચોમાસા દરમિયાન પૂર્વ પટ્ટીના તીર્થધામ શુક્લતીર્થ નો નર્મદા તટ ઘણા સમય સુધી બે કાંઠે હતો. આ સમય દરમિયાન ગામ અને તેની આસપાસના ગામથી અનેક લોકો નદીનો નજારો માણવા આવી રહ્યા હતા.
પરંતુ હાલમાં શુકલતિર્થ સુધી પહોંચવાનો માર્ગ અને નદી તટમાં પાણી ન હોવાથી અંદાજિત એક કિલોમીટર સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલી પડે તેમ છે. ત્યારે ગ્રામ પંચાયત અથવા પ્રશાસન શુક્લતીર્થ ના ૧૧ થી પૂનમ સુધી યોજાનાર મેળા માં યાત્રિકોના શ્રદ્ધા ભાવ ને પણ સમજીને તેમની આસ્થાને અને લાગણીઓને માન આપીને મેળો મહાલવા જવાનો માર્ગ કાચી માટીથી સમતલ કરીને રસ્તો બનાવવો ખૂબ જરૂરી બન્યુ છે.
આ અગિયારસથી પૂનમ બીજ સુધી જે યાત્રાળુ તીર્થધામ માહાત્મ્યને ધ્યાને લઈ આસ્થા, શ્રદ્ધા,ભાવથી ભેગા થાય છે. તેમાં ઋષિમુનિઓ તેમજ મહાપુરૂષો મહારાજાઓ અને તપસ્વીઓનું તપ અને દાન પુણ્ય યજ્ઞ તેમજ પૂજા અર્ચન પુરાણોમાં તેના ઉલ્લેખ છે તે મુજબ તેને સેવન કરી તેના માનમાં આ સ્થળો માન બિંદુ બની જતા હોય છે ત્યારે આ માનબિંદુ બનેલા તીર્થધામ શુક્લતીર્થ માં પુણ્ય શાલિલા માં નર્મદાના પ્રવાહિત જળ સ્ત્રોત સુધી પહોંચવા માટે તેમજ યાત્રિકો અને શ્રદ્ધાળુઓને મેળા સુધી પહોંચવા માટે રસ્તો બને તેવી વ્યવસ્થા કરવામાં આવે એવી પણ સાર્વજનિક માંગ થઈ રહી છે.