
ભરૂચ એસઓજી ટીમ દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન જિલ્લામાં કોઇ અનિચ્છનિય બનાવને અંજામ આપી શકે તેવી વ્યક્તિ કોઇ હોટલ, ગેસ્ટ હાઉસ, મુસાફર ખાના સહિતના આશ્રય સ્થાનોમાં રોકાણ કરી શકે તેવી શક્યતાઓને પગલે એસઓજી દ્વારા આ પ્રકારના આશ્રય સ્થાનો પર ચેકિંગ શરૂ કર્યું છે.
જેના ભાગરૂપે એસઓજી પીઆઇ એ. એ. ચૌધરીની સુચનાથી પીએસઆઇ એ. વી. શિયાળીયા તેમજ તેમની ટીમના હેકો શૈલેષ ઇશ્વરભાઇ તેમજ પોકો સુરેશ રામસિંગભાઇ તેમજ મો.ગુફરાન, મો. આરીફે કસક વિસ્તારમાં આવેલી રેવન હોટલમાં તપાસ કરતાં ઓક્ટોબર મહિનામાં તેમના ત્યાં કુલ 41 લોકો રોકાયાં હોવાનું માલુમ પડ્યું હતું. જેની એન્ટ્રી હોટલ માલિકે પથીક સોફ્ટવેરમાં કરી ન હતી. જેથી ભરૂચ એસઓજીની ટીમે હોટલ માલિક ગુલામ આદમ પટેલ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે.