ભરૂચ ના કણબીવગા ખાતે જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી નું નવનિર્મિત બિલ્ડીંગ નું મહેસુલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદો અને ન્યાયતંત્રના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ટ્રસ્ટનું નવનિર્મિત મકાન સીનીયર સીટીઝન ને ધ્યાન માં રાખી ભોંયતળીયે કોર્ટ ની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવવા સાથે દરેકે જિલ્લા માં આ રીતે સુવિધા ઉભી કરવામાં આવી રહી હોવાનું કહ્યું હતું.તેમણે ટ્રસ્ટી શીપ ભારત દેશમાં વર્ષો પુરાણી પરંપરા હોવાનું પણ કહ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ અને સંસદસભ્ય મનસુખભાઈ વસાવા, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, ભરૂચ ભાજપાના જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલભાઈ પટેલ, ફતેસિંહ ગોહિલ, નગરપાલિકા પ્રમુખ અમિતભાઇ ચાવડા, મંત્રી નિશાંતભાઈ મોદી સહિત ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.