ભરૂચમાં રણછોડજી ઢોળાવમાં આવેલા અતિપૌરાણિક રણછોડ મંદિરે શરદ પૂર્ણિમાની ઉજવણીનો અનેરો મહિમા રહેલો છે. દર વર્ષે અહીંયા આવેલી દીપમાળાને લાઈટિંગ કરીને જગમગાટ કરવામાં આવે છે. શરદપૂનમ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે.
શરદ પૂર્ણિમા અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના રોજ ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શરદ પૂર્ણિમાની રાતે ચંદ્ર તેની સોળ કળાઓથી ખીલીને અમૃતની વર્ષા કરે છે. શરદ પૂર્ણિમાને કૌમુદી એટલે કે મૂનલાઇટ અથવા કોજાગીરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.
છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેરના રણછોડજી ઢોળાવમાં આવેલા અતિપૌરાણિક રણછોડજી મંદિરે શરદ પૂર્ણિમાની ઉજવણીનો અનેરો મહિમા રહેલો છે. દર વર્ષે આ સ્થળે આવેલી દીપમાળાને લાઈટિંગ કરીને જગમગાટ કરવામાં આવે છે. શરદપૂનમ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે.બે વર્ષ કોરોના કાળને બાદ કરતા આ વર્ષે છૂટછાટ મળતા જ દીપમાળા, રણછોડજી મંદિરના શણગાર સાથે આરતી તેમજ દીપમાળનું લાઈટિંગ અને ઉભા ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા ભાવિક ભક્તો ઉમટ્યા હતા.