અંકલેશ્વર GIDCની કર્માતુર ચોકડી પાસે આવેલ ક્રિષ્ના એન્ટરપ્રાઇઝમાં મોડી રાતે અચાનક આગ લાગવાની ઘટનાથી દોડધામ મચી જવા પામી હતી.જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુની કંપની કેમી ફાઇબર પણ આગની ઝપેટમાં આવી જતા અન્ય કંપની સહિત આસપાસના લોકોના જીવ ટાળવે ચોંટ્યા હતા.
અચાનક આગ લાગવાની ઘટનામાં બારે દોડધામ મચીજવા પામી હતી. જો કે આગની જાણ કરાતા જ અંકલેશ્વર DPMC સહિતના ફાયરફાઇટરો દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથધર્યા હતા.આ ઘટનામાં હાલમાં તો કોઇ જાનહાનીના એહવાલ સાંપડી રહ્યા નથી પરંતુ આખી કંપનીને વિકરાળ આગે ઝપેટમાં લેતા બળીને ખાખ થતાં મોટું નુકશાન જરૂર થવા પામ્યું છે.