
- દહેજ માર્ગ પર ટાયરો સળગ્યા,વાહન વ્યવહાર અટકાવવાનો પ્રયાસ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, તમામ રાજકીય પક્ષો હવે મતદાતાઓને રીઝવવા મેદાનમાં ઉતર્યા છે. ત્યારે હવે કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કોંગ્રેસ કોઈપણ ભોગે સત્તા હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે.10 સપ્ટેમ્બરે ગુજરાત બંધનું એલાન કોંગ્રેસ દ્વારા આપ્યું છે. મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે બંધનું એલાન આપવામાં આવ્યું છે.
આ તકે ભરૂચ જિલ્લા માં ગુજરાત બંધ ને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો,ભરૂચ શહેરી વિસ્તારમાં બંધ ને લઇ કોઇ પણ જાતની અસર જોવા મળી ન હતી, જોકે વહેલી સવારે ભરૂચ,દહેજ માર્ગ ઉપર કેટલાક કોંગી કાર્યકરોએ ટાયરો સળગાવી રસ્તો બંધ કરવાનો પર્યડ કરવામાં આવ્યો હતો,ઠેરઠેર ટાયરો સળગતા મામલે પોલીસ વિભાગ અને ફાયર ના કર્મીઓને જાણ કરવામાં આવતા ફાયર વિભાગે સ્થળ પર દોડી જઈ સળગતા ટાયરો પર પાણીનો મારો ચલાવી તેને ઓલવ્યા હતા તો મામલે પોલીસ વિભાગે પણ તપાસ શરૂ કરી હતી.
ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા અપાયેલ બંધ ની કોઈ અસર જોવા મળી ન હતી,ભરૂચ,અંકલેશ્વર સહિત ના ગ્રામ્ય વિસ્તારોમાં શનિવારે સવારથી જ જન જીવન રાબેતા મુજબ નું જોવા મળ્યું હતું,ત્યારે જિલ્લા કોંગ્રેસ કાર્યલય ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રણા,શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર સહિત ના કાર્યકરોએ ભેગા થઇ કોંગ્રેસ કાર્યલય બંધ રાખી વાહન ચાલકોને મોંઘવારી,બેરોજગારી સહિત ના મુદ્દાઓ ના પેમ્પ્લેટ નું વિતરણ કરી વાહન ચાલકોને બંધ માં જોડાવવા માટેની અપીલ કરવામાં આવી હતી.
કોંગ્રેસ સમિતિ દ્વારા આપેલ બંધ ના એલાન ના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે ભરૂચ,અંકલેશ્વર સહિત ના વિસ્તારો પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો,જોકે કોંગ્રેસ દ્વારા અપાયેલ બંધ ના એલાન નો ભરૂચ જિલ્લામાં ફિયાસ્કો થયો હોય તેમ વહેલી સવાર થી રાબેતા મુજબ ના જનજીવન ઉપર થી લોકોએ અનુમાન લગાવ્યું હતું.