
વાલીયાના ડહેલી પાસે આવેલો કીમ નદીના પુલ પરથી ભારદારી વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. પુલ એકદમ જર્જરીત હોવાથી લેવાયેલા નિર્ણયના પગલે ભારે વાહનોને 24 કીમીનો વધારાનો ફેરાવો થશે જેથી સમયની સાથે ઇંધણનો પણ વ્યય થશે.
ડહેલી કિમ નદીના પુલ સહિત વાડી રોડ ઉપર કદવાલી ખાડીનો પુલ વર્ષોથી જર્જરીત થઈ ગયો છે અને સાંકડો હોવાથી સામસામે બે વાહનો ભેગા થઈ જતા અકસ્માતો થઈ રહ્યા છે. વાલિયાથી વાડી 21 કિમીનો રસ્તો પણ ખખડધજ છે. જિલ્લા અધિક કલેકટરે જાહેરનામું બહાર પાડી ડહેલીનો પુલ 12 ટનથી વધુ વજન વહન કરતા ભારી વાહનો માટે બંધ કરતા હવે તેવા વાહન ચાલકોને વાલિયાથી નેત્રંગ 24 કિમિનો રસ્તો મજબૂરીએ પાર કરવો પડશે અને તેમાં અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયેલો રસ્તાથી વાહન ચાલકોને માનસિક અને આર્થિક રીતે ફટકો પાડી રહ્યો છે.