
ભરૂચ શહેરના નર્મદા નદીના ઉત્તર છેડાના ઝાડેશ્વર ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ સોમવારે કલેકટરને ડેમમાંથી છોડાતા પાણી અને પુરના પગલે 50 વર્ષમાં 70 જેટલા ખેડૂતોની 300 એકર જમીન ઘોવાણમાં ગઈ હોવાની કેફિયત સાથે રજુઆત કરી હતી.
ઝાડેશ્વર ગામની 124 જેટલા સર્વે નંબરોની જમીન નદીમાં ગરક થઈ હોય અસરગ્રસ્ત ગામના ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા કે અન્યત્ર જમીન ફાળવી આપવા રજુઆત કરાઈ છે.સાથે જ ગ્રામજનોએ ભાડભૂત બેરેજ બનતા ભરૂચમાં નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ અને જળસ્તર વધતા ગામમાં પાણી આવવાની અને વધુ કિનારાની જમીનો ધોવાઈ જવાની ભીતિ વ્યક્ત કરાઈ છે.આ સ્થિતિમાં ઝાડેશ્વર ગામના ખેડૂતોએ ગોલ્ડનબ્રિજથી નિલકંઠેશ્વર મંદિર સુધી નદીના ઉત્તર કિનારાનું ધોવાણ અટકાવવા અંદાજે 7 કિલોમીટર લાંબી પ્રોટેક્શન વોલ બનાવવાની પણ માંગણી કરી છે.