ભરૂચમાં સાતમથી શરૂ થતા મેઘમેળાની તાડામાર તૈયારી શરૂ

0
127
  • શ્રાવણ વદ સાતમથી દશમ સુધી ચાલનારા મેઘમેળામાં ભારતભરના લાખો શ્રદ્ધાળુ ઉમટશે.

દીન દુ:ખીઓના જીવનમાં આનંદના દિવસ તરીકે જો કોઇ મહત્વનો સમય હોય તો તે છે ઉત્સવ અને મેળો.દુનીયામાં ઠેરઠેર ઉજવાતા વિવિધ મેળાઓ પાછળ કોઇ ને કોઇ દંતકથા વણાયેલ હોય છે.જેના આધારે પ્રતિવર્ષ ઉત્સવો અને મેળા યોજાતા હોય છે.આવા ઉત્સવ અને મેળાઓમાં ભારતભરમાં પ્રચલિત એક એવો મેળો તે ભરૂચમાં યોજાતો મેઘમેળો છે.

મેઘમેળો એટલે વર્સાદના ઇષ્ટ એવા મેઘરાજાનો મેળો.આ મેળો ભરૂચ ખાતે વસતા ભોઇ સમાજ દ્વારા આશરે બસો પચાસથી પણ વધુ વર્ષથી યોજવામાં આવે છે. જૂન ભરૂચ સ્થીત મોટા ભોઇવાડ ખાતે અષાઢમાસની વદની ચૌદશની રાતે નર્મદા નદીની માટીમાંથી મેઘરાજાની પ્રતિમા વગર કોઇ બીબે હાથ વડે બનાવવામાં આવે છે.આ પ્રતિમા એક જ રાતમાં ભોઇ સમાજ દ્વારા તૈયાર કરાય છે અને આ પ્રતિમાને સમયાંતરે શ્ણગારી શ્રાવણ વદ દશમના દિવસે સાંજના સમયે નર્મદાના પવિત્ર જળમાં વિસર્જીત કરી આ મેઘિત્સવની પૂર્ણાહૂતિ કરવામાં આવે છે.આમ મેઘરાજાની પ્રતિમાને સતત ૨૫ દિવસ સુધી રાખવામાં આવે છે.

સાતમ થી શરૂ થતા આ મેઘમેળામાં રોજગારી મેળવવા ઠેર-ઠેરથી વેપારી વર્ગ પોતાની હંગામી હાટડી લગાવે છે. તંત્ર દ્વારા તેમને કાયદેસર ભાડે જગ્યા આપવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ વેપારીઓ દ્વારા પોતાના સ્ટોલ લગાવવાની તાડામાર તૈયારીઓ આરંભાઇ ચૂકી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here