ભારત સરકાર દ્વારા ભેટમાં મળેલી મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમાની ઓસ્ટ્રેલિયામાં તોડફોડ કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનએ આ કૃત્યને શરમજનક ગણાવીને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. આ ઘટનાને લઈને ભારતીય-ઓસ્ટ્રેલિયન સમુદાયમાં નિરાશા છે.
અખબાર ‘ધ એજ’ અનુસાર, વડાપ્રધાન મોરિસને ભારતની આઝાદીના 75 વર્ષની યાદગીરીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભારતના કોન્સ્યુલ જનરલ, પ્રિન્સ અને ઓસ્ટ્રેલિયાના નેતાઓ સાથે રોવિલે સ્થિત ઓસ્ટ્રેલિયન ભારતીય કમ્યુનીટી સેન્ટરમાં પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. અનાવરણના થોડા કલાકો પછી આ ઘટના બની.
વડાપ્રધાન સ્કોટ મોરિસનએ કહ્યું, “આ સ્તરનું અનાદર જોવું શરમજનક અને અત્યંત નિરાશાજનક છે.” તેમણે કહ્યું કે આ દેશમાં સાંસ્કૃતિક સ્મારકો પર હુમલાને સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું, “જે કોઈ પણ આ માટે જવાબદાર છે તેણે ઓસ્ટ્રેલિયન ભારતીય સમુદાયનું ઘણું અપમાન કર્યું છે અને તેને શરમ આવવી જોઈએ.” આ મૂર્તિ ભારત સરકાર દ્વારા ભેટમાં આપવામાં આવી હતી.

વિક્ટોરિયા પોલીસે જણાવ્યું હતું કે અજ્ઞાત સંખ્યામાં ગુનેગારોએ શુક્રવારે સાંજે 5:30 વાગ્યાથી શનિવારે સાંજે 5:30 વાગ્યાની વચ્ચે પ્રતિમાને તોડવા માટે પાવર ટૂલ્સનો ઉપયોગ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે નોક્સ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન યુનિટના અધિકારીઓ કેસની તપાસ કરી રહ્યા છે અને સાક્ષીઓને આગળ આવવા અને માહિતી આપવા વિનંતી કરી રહ્યા છે. આ ઘટના પર શોક વ્યક્ત કરતા, શહેરના ભારતીય સમુદાયે તેને “નિમ્ન સ્તરનું કૃત્ય” ગણાવ્યું.

‘ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા કોમ્યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટ’ના પ્રમુખ વાસન શ્રીનિવાસને કહ્યું કે તેમને એ વાતનું દુઃખ છે કે કોઈએ પ્રતિમાના અનાવરણના 24 કલાકની અંદર પ્રતિમાને તોડી પાડવાનો પ્રયાસ કર્યો. એસબીએસ ન્યૂઝે તેમને ટાંકીને જણાવ્યું હતું કે, “વિક્ટોરિયા રાજ્યમાં લગભગ 3,00,000 ભારતીયો રહે છે અને મેં ક્યારેય વિચાર્યું ન હતું કે વિક્ટોરિયામાં આવું બની શકે છે.” શ્રીનિવાસને કહ્યું કે દિવસભર ભારે વરસાદને કારણે પોલીસ ફિંગરપ્રિન્ટ્સ શોધી શકી ન હતી.

*સૌજન્ય:ટી.વી.૯

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here