
ભરૂચ જિલ્લામાં આવેલ ભરૂચ સ્થિત ભોલાવ ડેપો માં દિવસ અને દિવસે પરિસ્થિતિ બગડતી જાય છે. જ્યાં જુઓ ત્યાં ખાડા અને કાદવ કિચડનું સામ્રાજ્ય છે.આ અગાઉ વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવવ્યું હતું.
ત્યાર બાદ નજીકના દિવસોમાં જ એક એસ.ટી. બસ કાદવમાં ડેપોમાં જ ફસાતા વિદ્યાર્થીઓએ ધક્કા મારવા પડ્યા હતા. ડેપોની સ્થીતિ આજે પણ યથાવત રહેતા આજરોજ બપોરે પણ આ જ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી. આજે પણ એક બસ કાદવમાં ફસાઈ જતા વિદ્યાર્થીઓને મુસાફરોએ બસને કાદવ-કિચડમાં ઉતરી ધક્કા મારી અને મહા મહેનતે બહાર કાઢી હતી.
આ અંગે વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઇના પ્રમુખ યોગી પટેલ સાથેની વાતચીતમાં તેમણે ખૂબ જ ટૂંક સમયમાં NSUI દ્વારા આંદોલન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓની સમસ્યાનો અંત લવશેનું જણાવ્યું હતું.