અમદાવાદ જીલ્લાના વિરમગામ ખાતે શૈક્ષણીક ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરી રહેલા અંજુનિકકુમારીને દિલ્હી ખાતે ઇ.ઇ.સી દ્વારા આયોજિત એજ્યુકેશન એક્સેલન્સ કોન્ક્લેવમાં “આઇકો લીડરશીપ એવોર્ડ -2022” એનાયત કરવામાં આવ્યો હતો. અંજુકુમારીએ નેશનલ લેવલ પર એવોર્ડ મેળવીને વિરમગામ સહિત ગુજરાતનું નામ રોશન કર્યુ છે. તેઓને શુભેચ્છકો, મિત્રો, શિક્ષકો, પરીવારજનો સહિતના લોકો દ્વારા ફોન, સોશિયલ મિડીયા દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, તેઓ વિરમગામની “એમ્પાવર્ડ ફોર ગ્રેટનેસ વિમેન્સ ક્લબ” ના સ્થાપક છે જે સમાજના ઉત્થાન માટે પણ ઘણું કામ કરે છે અને શિક્ષણની સાથે સામાજીક કાર્યોમાં પણ જોડાયેલા છે.
અંજુકુમારીએ સી.એમ.એમ ભારત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, દિલ્હી ખાતે મને “આઇકોનિક લીડરશીપ એવોર્ડ -2022” ના ખિતાબથી નવાજવામાં આવી છે. ઇ.ઇ.સી દ્વારા આયોજિત એજ્યુકેશન એક્સેલન્સ કોન્ક્લેવમાં દેશભારમાંથી ૩૦૦થી વધુ શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા. અત્યાર સુધીમાં મને શૈક્ષણીક ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બાદર ૫ નેશનલ એવોર્ડ અને ૩ ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યા છે.
- વંદના નીલકંઠ વાસુકિયા,ન્યુઝલાઇન,વિરમગામ