ભારતનું આવતીકાલનું ભાવિ આજના વિધાર્થીઓ છે. વિદ્યાર્થીઓને શાળાકીય શિક્ષણ સહિત કાયદાકીય, ટ્રાફિક નિયમો અને પોલીસની કામગીરી અંગે રૂબરૂ વાકેફ કરાવવા ભરૂચ જિલ્લા પોલીસ વડા DSP ડો. લીના પાટીલને ‘પોલીસની પાઠશાળા’ નો સુંદર વિચાર આવ્યો હતો.
આ પેહલનો મૂળ હેતુ વિદ્યાર્થીમાં રહેલી પોલીસની ઓળખ અને તેનો ભય દૂર કરવાનો હતો. સાથે જ દેશનો ભાવિ નાગરિક એવો વિદ્યાર્થી પોતાના પરિવાર, સમાજ, શહેર, ગામ, જિલ્લા, રાજ્ય અને દેશ માટે આદર્શ બને તે રહેલો છે. કાયદા, કાનૂન વિવિધ જોગવાઈ, ટ્રાફિક નિયમો જાણી તેનું પાલન કરે સાથે જ લો એન્ડ ઓર્ડર ને પોતે હાથમાં ન લે અને અન્યને પણ કાયદા વિરોધી કૃત્ય ભરતા અટકાવે કે તે માટે પોલીસને માહિતગાર કરે.
જેમાં આજે ભરૂચ સ્ટેશન રોડ સ્થીત રૂંગટા વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ એ-ડિવિઝન પોલીસ મથકની મુલાકત લીધી હતી.જેઓને પોલીસની વહીવટી કામગરી સાથે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પોલીસ કઈ રીતે જાળવે છે તેનું પણ પ્રેક્ટિકલ જ્ઞાન આપવા સાથે જ વિવિધ શસ્ત્રોથી પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.સાથે ભરૂચ એ ડિવિઝન પી.આઇ. એકે. ભરવાડ અને તેમની પોલીસ ટીમે વિધાર્થીઓ સાથે પ્રશ્નોતરી યોજી તેઓને મુંઝવતા પોલીસ અને તેની કામગીરી સહિત કાયદાકીય સવાલોના જવાબ પણ આપ્યા હતા.