ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેંકના કર્મચારીઓ,ગ્રાહકો તેમજ ભરૂચ અને નર્મદા જીલ્લાની સહકારી મંડળીઓના કમિટિ સભ્યો, સભાસદો અને કર્મચારીઓને સહકારી ક્ષેત્રને લગતુ શિક્ષણ અને તાલીમ મળી રહે તે માટે આ બેંક દ્રારા અદ્યતન “સહકારી શિક્ષણ ભવન” ઉભુ કરાયું છે. જેનુ વર્ચ્યુઅલ ખાતમુહુર્ત દુધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે આયોજીત સહકાર સંમલેનમાં દેશનાં ગૃહ અને સહકાર વિભાગના મંત્રી અમિતભાઈ શાહે કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય અને સહકાર વિભાગના મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે ,૧૧૫ વર્ષ જૂની આ સંસ્થાએ ખુબ સુંદર અને અદભુત કાર્યની શરૂઆત કરી છે. સહકારી મંડળીઓનું કર્તવ્ય અને અધિકારોની જાણકારી મંડળીના નીચલા સ્તર પર ન પહોંચે ત્યાં સુધી સહકાર ક્ષેત્ર સમૃદ્ધ અને પારદર્શક બનાવી શકાય નહીં. લોકોપયોગી બનાવવા માટે આ પ્રકારના પ્રશિક્ષણની ખૂબ જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ બેન્કે પોતાના સ્વભંડોળમાંથી આવા આધુનિક પ્રશિક્ષણ બનાવવાના નિર્ણયને ખૂબ આવકાર્ય પગલું ગણાવ્યું હતું.
આ પ્રકારના શિક્ષણમાં કમ્પ્યુટર લેબ, મેનેજમેન્ટ યુક્ત કો-ઓપરેટીવને લગતું પુસ્તકાલય, મંડળીના કામકાજના નિયમોની સાચું જ્ઞાન આપતું કેન્દ્ર બનશે. સહકારી ક્ષેત્રના સ્ટાફને ડિજિટલાઇઝેશન અંગેનું સાંપ્રત સમયની માંગ અનુસારનું પ્રશિક્ષણ સહકારી ક્ષેત્રના સમૃધ્ધિ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
આ ઉપરાંત જેમ રાજ્ય અને કેન્દ્ર સરકાર ખરીદી જેમ પોર્ટલ મારફતે થાય છે તેમ હવે કો એપરેટીવ સોસાયટી પણ જેમ પોર્ટલ ઉપરથી ખરીદી કરી શકશે. જેથી કરીને વહીવટી પ્રક્રિયામાં પારદર્શકતા અને ઝડપી બનશે. આ પ્રકારનું પ્રશિક્ષણના પ્રોજેક્ટ થકી રાજ્યની ૬૫ હજારથી વધુ સહકારી મંડળીઓને નવું જીવન મળશે. આ ઉપરાંત આવી મંડળીઓનો ઢાંચો મજબૂત કરવા માટે અંબરેલા સ્કીમનું પણ આયોજન બજેટમાં વિચાર્યુ છે.
આ પ્રસંગે નવસારી સાંસદ સી આર પાટીલ, નાયક મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, રાજ્ય શિક્ષણમંત્રી કુબેરસિંહ ડિંડોર તથા બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ એ.રણાએ પણ પ્રાંસંગિક પ્રવચન કર્યા હતા. આ સાથે સહકારી ક્ષેત્રોનો આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.