The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ગુમ થયેલ નાના બાળકને શોધી પરીવાર સાથે મિલન કરાવતી અંકલેશ્વર GIDC પોલીસ

ગુમ થયેલ નાના બાળકને શોધી પરીવાર સાથે મિલન કરાવતી અંકલેશ્વર GIDC પોલીસ

0
ગુમ થયેલ નાના બાળકને શોધી પરીવાર સાથે મિલન કરાવતી અંકલેશ્વર GIDC પોલીસ

ભરૂચ પોલીસ અધિક્ષક થી ડો.લીના પાટીલ ભરૂચ ત૨ફથી જિલ્લામાં ગુમ/અપહ૨ણ થયેલ બાળકો/વ્યક્તિઓને શોધી કાઢવા માટે સુચના અપાઇ હતી.

જે અનુચંધાને અંકલેશ્વ૨ જી.આઈ.ડી.સી પો.સ્ટે વિસ્તા૨માં ગઈ તા.૧૭/૦૫/૨૦૨૨ ના રોજ ભડકોદ્રા ગામ ખાતે આવેલ નંદનવન સોસાયટી ખાતેથી સવારના સમયે આશરે દશેક વાગ્યાના સમય દરમ્યાન એક બાળક પોતાના ઘરેથી કોઈને કાંઈ કહ્યા વગ૨ ક્યાંક જતો રહેલ જે બાબતે ગુમ થયેલ બાળકના માતા-પિતા નાઓ તા.૨૦/૦૫/૨૦૨૨ ના સાંજના અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકે આવી બાળક ગુમ થયાની જાણ કરતા અંકલેશ્વ૨ જી.આઈ.ડી.સી પોલીસ મથકના પોલીસ ઈન્સપેક્ટર આ૨.એન.ક૨જમટીયા દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ભડકોદ્રા ગામ તથા અંક્લેશ્વ૨ જી.આઈ.ડી.સી વિસ્તા૨ તથા અંક્લેશ્વ૨ રેલ્વે સ્ટેશન/બસ સ્ટેશન વિસ્તારમાં તપાસ કરાવતા ગુમ થયેલ બાળક અંક્લેશશ્વ૨ જી.આઈ.ડી.સી બસ સ્ટેશન ખાતે ગુમ થયેલ બાળક કરણ જીતેન્દ્ર હરીભાઇ ગોડ ઉ.વર્ષ ૧૨, રહે વૃંદાવન સોસાયટી ભડકોદ્રા,અંકલેશ્વર નજરે પડતા તેને ફોટાના આધારે બાળકને વેરીફાઈ કરરી તેને અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકે ખાતે લાવી બાળકને તેના પરીવા૨ને બોલાવી તેમની સાથે સુ:ખદ મિલન કરાવી માનવતા મહેકાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!