ગઇકાલે મંગળવારે સાંજના સમયે વાલિયા-માંગરોળ રોડ ઉપર મેરા ગામના નાળા પાસેથી દીપડી માર્ગ ઓળંગી રહી હતી. તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહન ચાલકે દીપડીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દીપડીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
બનાવ અંગેની જાણ વાલિયા વન વિભાગના આર.એફ.ઓ મહિપાલસિંહ ગોહિલને થતા તેઓ બીટગાર્ડ શૈલેશ વસાવા સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. તેમજ દીપડીના મૃતદેહનો કબજો મેળવી તેને વન વિભાગની કચેરી ખાતે લાવી વેટેનરી ડોક્ટર પાસે પોસ્ટ મોર્ટમ કરાવી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દીપડી અઢી વર્ષની હોવાની સાથે તેને માથામાં ગંભીર ઈજાઓ થતાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.