• દહેજ ખાતે અગાઉ થયેલ ઝઘડાની અદાવતમાં મર્ડર કરવાના ઇરાદે ઉત્તરપ્રદેશથી પિસ્ટલ, દેશી તમંચો તથા જીવતા કાર્ટીઝ લાવ્યા હતા.

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ તરફથી તાજેતરમાં બનેલ પેટ્રોલપંપ લુંટના બનાવ અનુસંધાને ગેરકાયદેસર હથીયારો શોધી કાઢી તથા ગુનાહીત ઇતિહાસ ધરાવતા ગુનેગારો ઉપર સતત વોચ રાખવા સુચના અપાઇ હતી. જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.મંડોરા એલ.સી.બી.ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ ભરૂચ એલ.સી.બી.ની ટીમ અસામજીક પ્રવૃતિઓ અટકાવવા પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન બાતમી મળેલ કે “ ત્રણ-ચાર દિવસ અગાઉ દહેજમાં બે પાર્ટીને સામ-સામે અંગત બાબતે તકરાર થયેલ છે.જેમાં એક પાર્ટીએ ગુસ્સામાં આવી સામેવાળી પાર્ટીને ધમકી આપેલ જે બાબતે સામાવાળા વિરૂધ્ધ દહેજ પોલીસ સ્ટેશનમાં અરજી પણ થયેલ અને ધમકી આપનાર પાર્ટી પંજાબ તરફ હથીયાર લેવા માટે ગયેલ છે.

જે મુજબની હકિકતને લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા ગંભીરતાથી ધ્યાને લઇ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેક્નિકલ સર્વેલન્સથી સતત વોચ રાખી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા જેના ફળ સ્વરૂપે ગઇકાલે વોચ દરમ્યાન પંજાબથી આવેલ બે વ્યક્તિઓ દિલપ્રીતસિંઘ ઉર્ફે મહોબતપ્રીત દિવાનસિઘ ઉ.વ.-૨૫ હાલ રહેવાસી માખણીયા ફળીયુ,દહેજ તા.વાગરા જી.ભરૂચ મૂળ રહેવાસી દમોદર, પોસ્ટ- મીરજાજન, થાના- કિલા લાલસિંઘ તા.બટાલા જી.ગુરદાસપુર અને અજયપાલ નરેન્દ્રસિંઘ ઉ.વ.-૨૫ હાલ રહેવાસી માખણીયા ફળીયુ, દહેજ તા.વાગરા જી.ભરૂચ મૂળ રહેવાસી બિહારીપુર, થાના-વેરવાડા તા.-ખદુરસેવ જી. તર્ણતરણ (પંજાબ)ને ભરૂચ નર્મદા ચોકડી ખાતે જ પકડી પાડવામાં આવ્યા હતા.

પોલીસે તેમની પાસેની ટ્રાવેલીંગ બેગની ઝડતી તપાસમાં સક્ષમ અધિકારીના પાસ પરવાના વગરની અનઅધિકૃત દેશી હાથ બનાવટની પિસ્તલ -૦૧, દેશી હાથ બનાવટનો તમંચો -૦૧, ખાલી મેગ્ઝીન-૦૧ તથા જીવતા કારટીઝ નંગ-૦૯ સહીત કુલ કિમત રૂપીયા ૬૬,૯૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ જેથી બંને ઇસમો વિરૂધ્ધ આર્મ્સ એક્ટની સલંગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી સુખપ્રીતસિંઘ સંધુ જેનુ પુરૂ નામ સરનામુ મળી આવેલ નથી તેને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ માટે ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ મથકે સોંપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here