
માવતર ટ્રસ્ટ ઘ્વારા વડોદરાની રિધમ હોસ્પિટલના સહયોગમાં વાગરા તાલુકાના વાહિયાલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ સર્વરોગ નિદાન કૅમ્પ નો શુભારંભ કરાવતા કહ્યું હતું કે ભાજપાની કેન્દ્રની સરકારે ભારતના ગરીબ માં ગરીબ વ્યક્તિને ગંભીર રોગ અથવા અકસ્માતમાં વિના મૂલ્યે રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર કરાવવાની તક મળે તે માટે આયુષમાન કાર્ડની યોજના બનાવી છે. આ કાર્ડ જનતા માટે આશીર્વાદરુપ છે. આ કાર્ડને વાગરા વિધાનસભા ક્ષેત્રમાં ઘર ઘર સુધી પહોંચાડવાનું અમારું અભિયાન ચાલી રહ્યું છે. જેમાં તંત્ર પણ સહયોગી બની રહ્યું છે. આમ જનતાના સ્વાસ્થ્યની ચિંતા કરી માવતર ટ્રસ્ટ અને રિધમ હોસ્પિટલ પણ મેડિકલ કેમ્પ કરી રહ્યા છે જે આવકાર દાયક છે તેમ કહી ધારાસભ્યએ માવતર ટ્રસ્ટના પ્રમુખ અજીતસિંહ રાજ અને તેમની ટીમની કામગીરીને બિરદાવી હતી.
સર્વરોગ નિદાન કેમ્પમાં વડોદરાની રિધમ હોસ્પિટલના તબીબ અને નર્સિંગ સ્ટાફે સેવા આપતા અંદાજે 250 જેટલા લોકોએ રસવ રોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો.