- ભરૂચના ભોલાવની ટ્રાન્સફોર્મર કંપનીનો બનાવ
- સી.સી.ટી.વી ફૂટેજ આવ્યા સામે
- મહીલાએ યુવક ઉપર કરી ફરીયાદ
ભરૂચ ના ભોલાવ માં આવેલ ટ્રાન્સફોર્મર કંપનીમાં નોકરી ઉપર રહેલી બે સંતાનની વિધવા માતા ઉપર વિધર્મી યુવકે ધસી આવી સુપરવાઇઝરને બહાર બોલાવ તેવી ધમકી આપી આદિવાસી યુવતીને માર મારતા સમગ્ર મામલો સી ડિવિઝન પોલીસ મથકે પહોંચતા પોલીસે વિધર્મી યુવક વિરુદ્ધ છેડતી, જાનથી મારી નાખવાની ધમકી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.
ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરીયાદ અનુસાર ફરીયાદી વિધવા મહિલા ભરૂચના ભોલાવ ની તુષાર ટ્રાન્સફોર્મર કંપનીમાં નોકરી કરે છે અને તે નોકરી ઉપર હતી તે દરમિયાન તેના વિધર્મી મિત્રએ આવી તારી સુપરવાઇઝરને બોલાવ કહી ભારે હોબાળો મચાવ્યો હતો અને વિધર્મી યુવકે આદિવાસી ફરિયાદી વિધવા મહિલાને કંપનીની બહાર જ લાફાવાળી કરી તેનો હાથ ખેંચી તેણીને તમાચા મારવા લાગેલ. જેના કારણે કંપનીમાં ખળભળાટ મચી ગયો હતો
હવે કંપની સત્તાધીશોએ સમગ્ર ઘટનાની જાણ ૧૮૧ અભયમ ને કરતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા.વિધવા મહિલા જ્યાં નોકરી કરતી હતી તે કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં હારૂન હુસેન રજાક નામનો યુવક આદિવાસી વિધવા મહિલાને તે કંઈ બોલે તે પહેલાં તેને તમાચા મારવા લાગેલ ત્યાંથી તેનો ગુસ્સો ન અટકતા વિધવા મહિલાને તેનો હાથ ખેંચી તેણીને ગાલ ઉપર તમાચા મારી રહ્યો હોવાની ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે.
વિધવા મહિલાને માર મારતા સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર મામલો સી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો અને વિધવા મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં યુવક હારૂન હુસેન રજાક સામે છેડતી, માર મારી જાનથી મારી નાખવાની ધમકી તેમજ એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ હારૂન હુસેન રજાકને ઝડપી પાડયો હતો.