જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ તથા ભરૂચ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ ગતરોજ ભરૂચ ના પંડિત ઓમકારનાથ હોલ ખાતે યોજાયો હતો.
જેમાં કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લા ના પ્રભારી અને ગુજરાત રાજ્ય ના માર્ગ અને મકાન મંત્રી પૂરણેશ મોદી દ્વારા સામાજિક ક્ષેત્રે ભગીરથ કાર્ય કરતા ધર્મેશ સોલંકીનું સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી અભિવાદન કરવા સાથે સમાજ્પયોગી સેવા કાર્યમાં હરહંમેશ જોડાયેલા રહે તેવી શુભકામનાઓ આપી હતી.
કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ના પ્રભારી, અને ગુજરાત રાજ્ય ના માર્ગ અને મકાન સિભાગ ના મંત્રી પૂરણેશ મોદી,ભરૂચ લોકસભા ના સાંસદ મનસુખ વસાવા, ભરૂચ ના વિધાનસભા ના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના નાયબ દંડક દુષ્યંત પટેલ, વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, ભરૂચ નગરપાલિકા ના પ્રમુખ અમિત ચાવડા,ભરૂચ ડી.એસ.પી.ડો.લીના પાટીલ, તેમજ મોટી સંખ્યામાં પદાધિકારીઓ,તેમજ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરતો, ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા.