ભરૂચ જીલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન હેઠળ કાર્યરત લોકલ ક્રાઈમ બ્રાંચ ની ટીમે જંબુસર નગર ના મગણાદી ભાગોળ વિસ્તાર ના એક મકાન મા છાપો મારી વિદેશી દારૂ તથા બિયર નો રૂપિયા ૮૬૨૦૦ નો જથ્થો ઝડપી પાડયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
ભરૂચ જીલ્લા પોલીસ વડા તરીકે ડો.લીના પાટીલ ની નિમણૂક થયા બાદ જીલ્લા ભર મા પોલીસ ધ્વારા ગેરકાયદેસર રીતે ધમધમતા બેનંબરી ધંધા ઓ તવાઈ બોલાવવા મા આવી રહી છે. અને તેને અનુલક્ષી ને પોલીસ વડા ના માર્ગદર્શન હેઠળ કાર્યરત લોકલ ક્રાઈમ બ્રાંચ ની ટીમે મળેલ બાતમી ના આધારે જંબુસર નગર ના મગણાદી ભાગોળ વિસ્તાર મા આવેલ જગદીશ રવિદાસ વાધેલા ના મકાન મા છાપો મારતા ધર માથી ભારતીય બનાવટ નો વિવિધ બ્રાન્ડ નો વિદેશી દારૂ તથા બિયર મળી કુલ ૪૬૭ નંગ નો જથ્થો કિંમત રૂપિયા ૮૬૨૦૦ મળી આવતા તેને કબજે કરી એલસીબી ટીમે દારૂ નો જથ્થો વેચાણ કરવાના ઈરાદે મંગાવનાર હનીફ ઉર્ફ મુન્નો મલેક તથા જગદીશ રવિદાસ વાધેલા વિરૂધ્ધ ગુનો કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
- સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર