ભરૂચ નેશનલ હાઇવે ઉપર વડદલા પાટિયા પાસે આઇસર ટેમ્પો, પીકઅપ ગાડી અને ડાક પાર્સલ કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી.
ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલા વડદલા પાટિયા પાસે આજે સવારે પૂરપાટ ઝડપે પસાર થઇ રહેલા આઇસર ટેમ્પો ચાલકે પીકઅપ ગાડી અને ડાક પાર્સલ કન્ટેનરને ટક્કર મારતાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મુસાફરોમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. જ્યારે ટેમ્પોમાં ફસાઈ ગયેલા એક યુવાનને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 108 એમ્બ્યુલન્સ વડે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતને પગલે હાઇવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અકસ્માત અંગેની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.