- ચેકિંગ દરમ્યાન જેલની અલગ અલગ બેરેકોમાંથી તથા કેદીઓ પાસેથી કુલ-૦૭ મોબાઇલ તથા ચાર્જર,ઇયરફોન વીગેરે મળી કુલ ૧૨,૪૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરાયો.
જીલ્લાઓમાં આવેલ જેલોમાં ગેરકાયદેસરની પ્રવૃતિ સદંતર બંધ થાય તે ઉદ્દેશથી જેલોની સરપ્રાઇઝ ચેકિંગ કરી ગે.કા.પ્રવૃતિ મળી આવે કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સુચના આધારે. સ્પેશિયલ ઓપરેશન ગૃપ ભરૂચનાઓ મારફતે LCB અને SOGના અધિકારી/ કર્મચારીઓની સયુંક્ત ટીમો બનાવી, આજરોજ ભરૂચ જીલ્લા જેલ ખાતે સરપ્રાઇઝ વીઝીટ હાથ ધરવામાં આવેલ.
દરમ્યાન જેલની અલગ અલગ બેરકો તથા કાચા કામના કેદીઓ પાસેથી જેલમાં રાખવામાં આવેલ મોબાઇલ નંગ-૦૭ તથા ચાર્જર, ઇયરફોન મળી કુલ કિ રૂ. ૧૨,૪૦૦/- નો મુદ્દામાલ મળી આવતા, કાચા કામના કેદીઓ ) જીયાઉર રહેમાન નિયાઝ અહેમદ અન્સારી ઉ.વ.૨૦ હાલ રહેવાસી. બેરેક નંબર ૦૬,જીલ્લા જેલ ભરૂચ મુળ રહેવાસી ઘર નં ૭૬૭ અનસાર રોડ કમલપુરા તા.માલેગાંવ,જી.નાશીક, શૈલેન્દ્ર દીપકભાઇ ગોસાવી ઉ.વ.૨૪ હાલ રહેવાસી.બેરેક નંબર સી/૨ જીલ્લા જેલ ભરૂચ,મુળ રહેવાસી.વાણીયાવિહાર તા.અક્ક્લકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર), સંજયભાઇ મંગળ ઉફે મંગાભાઇ વસાવા ઉ.વ.૨૪ હાલ રહેવાસી.બેરેક નંબર સી/ર,જીલ્લા જેલ ભરૂચ મુળ રહેવાસી.સોનતલાવડી ઝુપડપટ્ટી ગુજરાત ગેસ કંપની પાછળ ભરૂચ વિરૂધ્ધ પ્રિઝન એક્ટ મુજબની સલંગ્ન કલમો હેઠળ કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર “બી” ડીવીઝન પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ એસ.ઓ.જી.ને સોંપવામાં આવેલ છે