આમોદ તાલુકાના સિમરથા ગામે મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રી રામની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.જેમાં પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન તથા જાનકીજી તથા લક્ષ્મણ તથા પવનપુત્ર હનુમાનજી અને શ્રી ગણેશજી થતાં શિવ પરિવારની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું.પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગરબા,મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ આચાર્ય શાસ્ત્રી સંદિપભાઈ દવે (ભાગવત આચાર્ય સુરત)ની નિગરાની હેઠળ યોજાયો હતો.જેમાં ધર્મપ્રિય જનતા તેમજ અન્ય રાજકીય આગેવાનો પણ જોડાયા હતા.ગામના આગેવાનો કિશોરભાઈ પટેલ,રણછોડભાઈ પટેલ,હેમંતભાઈ પટેલ,જીતુભાઈ પટેલે ઉત્સાહભેર ભાગ લઈને આ આયોજનને સફળ બનાવ્યો હતો.
· વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ