રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ અંકલેશ્વરની મુલાકાત દરમિયાન શ્રીમતિ જયાબેન મોદી હોસ્પિટલના પટાંગણમાં આવેલી જે.બી.મોદી કેન્સર સેન્ટરની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળાએ જે.બી.મોદી કેન્સર સેન્ટરની સંચાલકો ધ્વારા મંત્રીનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

મંત્રીએ જે.બી.મોદી કેન્સર સેન્ટર આવેલ અત્યાધુનિક રેડીએશન મશીન અને ટેકનોલોજીનું નિરીક્ષણ કર્યું હતું. આ વેળાએ જે.બી.મોદી કેન્સર સેન્ટરના અગ્રણી તેમજ ઉદ્યોગપતિશ્રી કમલેશભાઈ ઉદાણીએ કેન્સર સેન્ટરની વિસ્તૃત વિગતો મંત્રીને આપી હતી.

મંત્રીની આ મુલાકાત વેળાએ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, અગ્રણી ઉદ્યોગકારો, નાયબ કલેક્ટર નૈતિકા પટેલ, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here