નર્મદા જિલ્લા શ્રી રાજપૂત સમાજ સેવા સમિતિના પ્રમુખ જયેન્દ્રસિંહ મંગરોલા, સુરેન્દ્રસિંહ રાજ, દુષ્યંતસિંહ રાવલજી, જસપાલસિંહ ગોહિલ, દિવ્યાંસિંહ સહિતનાં આગેવાનો એ રજુઆતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં વિવિધ ભરતી પરીક્ષામાં થતાં ગોટાળાઓ અને સરકારી ભરતીઓ માટે લેવાતી લેખીત પરીક્ષાના પેપરો લીકના કીસ્સાઓ યુવરાજસિંહ જાડેજા દ્વારા ઉજાગર કરાઈ રહ્યા છે.
યુવરાજસિંહ જાડેજાએ ઉઠાવેલા અવાજનાં કારણે બિન સચિવાલય ક્લાર્કથી માંડીને અનેક ભરતી પરીક્ષાઓ રદ કરવાની સરકારને ફરજ પડી હતી. યુવરાજસિંહ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની સરકારી ભરતીઓમાં થતાં કૌભાંડોને પ્રકાશિત કરીને એક રીતે ગુજરાત સરકારને મદદરૂપ થઈ રહ્યા છે. સરકારે તો યુવરાજસિંહ જાડેજાને સાથે રાખીને ન્યાયિક તપાસની પ્રક્રિયામાં લાખો યુવાનોના પ્રશ્નોનુ તથા તેમના ભવિષ્યનું નિરાકરણ લાવવું જોઈએ, જેઓએ ગુન્હો કર્યો છે તેમના સાથે કાયદાકીય કાર્યવાહી કરીને સજા કરવામાં મદદ કરવી જોઈએ અને હાલ યુવરાજસિંહ જાડેજાને ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે ગુન્હામાં સંડોવી ખોટી કલમોનો ઉપયોગ કરી હેરાનગતી થઈ રહી છે.
યુવરાજસિંહ જાડેજાને નિદોર્ષ જાહેર કરવા જોઈએ તેવી સમગ્ર ગુજરાત રાજપૂત ક્ષત્રિય સમાજના સર્વ સંગઠનો તથા સેંકડો વિદ્યાર્થીઓની માંગ હાલતો માંગ ઉઠી છે. જો આવનાર સમયમાં તેઓને નિર્દોષ જાહેર કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનો થશે તેવી નર્મદા જિલ્લા રાજપૂત સમાજ સેવા સમિતિ દ્વારા ચીમકી પણ ઉચ્ચારી છે.
રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા