
વાગરાના દેત્રાલમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રામલલ્લાની મહાઆરતી,૧૦૧ ત્રિશુલ દીક્ષા સાથે મહાપ્રસાદી કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં રામભક્ત ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
વાગરા તાલુકાના દેત્રાલના પૌરાણિક શ્રી રામજી મંદિર ખાતે પણ સૌના પ્રેરણાસ્ત્રોત અને પ્રત્યેક સનાતની હિન્દુ નું ગૌરવ એવા મર્યાદા પુરૂષોત્તમ પ્રભુ શ્રીરામની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે રામોત્સવ પ્રસંગ યોજાયો જેમાં સવારથી રામભક્તો રામમય બની ગયાં હતાં. બપોરે બાર કલાકે પ્રભુ શ્રીરામ જન્મ પ્રસંગે મહાઆરતી યોજાઇ હતી. જેમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સંદિપ દેસાઇ સહિત બજરંગદળના અગ્રણીઓએ ગ્રામજનો સાથે મહાઆરતીનો લાભ લીધો હતો.આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો સહિત બજરંગદળના કાર્યકરો અને દેત્રાલના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
જેમાં મહાઆરતી બાદ મહાપ્રસાદીનો લ્હાવો પણ હાજર સૌએ લઇ જય શ્રી રામનો જયઘોષ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સંદિપ દેસાઇ દ્વારા ગ્રામજનોને આવકારવા સાથે હિન્દુ સમાજને હિન્દૂ વિશે માર્ગદર્શન પૂરું પાડવામા આવ્યું હતું.