ભરૂચ રોટરી કલ્બ હોલ ખાતે ભરૂચી જાસૂસ અને રોટરી કલબ ઓફ ભરૂચ આયોજીત સુપર-20, સીઝન-2 ધ રીયલ હીરોઝ ઓફ ભરૂચને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ભરૂચ જિલ્લાના વિવિધ ક્ષેત્રે પોતાના નામથી નહીં પણ કામથી ઓળખાઈ સારી કામગીરી અને સેવા કરનાર પ્રતિભાઓનું વિશેષ બહુમાન સાથે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય અને મુખ્ય દંડક દુષ્યંત પટેલ,ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,પાલિકા પ્રમુખ અમિત ચાવડા,નિશાંત મોદી,સુરભીબેન તામાકુવાલા,વૈભવ બીનીવાલે,મહેશભાઈ ઠાકર,રાકેશ ભટ્ટ,પુષ્પાબેન પટેલ સહિતના મહાનુભાવો સાથે ભરૂચી જાસૂસના રોહનભાઈ અને તેમની ટીમ સહિત આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.