
ગુજરાત રાજ્યની આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણી ને લઈ અત્યારથી જ રાજકારણ ગરમાયુ છે. ભાજપ, કોંગ્રેસ, આપ અને હવે BTP પણ ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓમાં તેજ બની ગયું છે. હાલમાં જ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ AAP માં વધુ આત્મવિશ્વાસ પુરાયો છે ત્યાં ગુજરાતની ચૂંટણીને લઈ આપ અને BTP વચ્ચેની બેઠક નવા ગઠબંધન તેમજ રાજકીય નવા સમીકરણો તરફ ઈશારો કરી રહ્યું છે.
વર્ષ 2022 ની આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઇ ગઈ છે. પંજાબમાં ઐતિહાસિક જીત બાદ હવે AAP ગુજરાતમાં જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આજરોજ આવનારી ચૂંટણી ને લઈને આમઆદમી પાર્ટી ના દિલ્લી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની મુલાકાતે ઝઘડીયા બીટીપી ના એમએલએ છોટુભાઈ ભાઇ વસાવા હવે BJP ને ચૂંટણીમાં હંફાવવા માટે AAP-BTP સાથે ગઠબંધન કરશે તેવી ચર્ચા જાગી છે.
BJP ની નીતિઓની હંમેશા વિરોધ કરતા ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા પણ અગાઉના દિવસોમાં AAP સાથે ગઠબંધન કરવાના સંકેતો આપ્યા હતા.