ગુજરાત ગેસે સી.એન.જી ગેસના ભાવમાં એક સાથે 6.45 રૂપિયા વધારી નાખતા ભરૂચ રીક્ષા ચલાવી પેટીયુ રળતા ચાલકોની જાયે તો જાયે કહાંની પરીસ્થીતી નીર્માણ થતા તેમની મુંઝવણ વધી છે. હવે CNG ની સવારી પણ સામાન્ય માણસો ને મોંઘી જ પડશે.
સી.એન.જી.ના ભાવમાં રૂ,૬.૪૫ વધી જવા પામતા ભરૂચમાં ગત રાત થી રીક્ષા ચલાવી પેટીયું રળતા ચાલકો ગાડીનો હપ્તો ભરવા, ઘર ચલાવવા રીક્ષાભાડામાં કેટલો વધારો કરશે ? અને શું આ ભાવ વધારાથી પ્રજા રીક્ષામાં બેસસે જેવા સવાલો ના પગલે તમામ રીક્ષા ચાલકોની સ્થીતી જાયે તો જાયે કહાં જેવી નિર્માણ થવા પામી છે.
આ અંગે જયભારત રીક્ષા એસોશિયેસનના પ્રમુખ આબીદ મીર્જાએ જણાવ્યું કે સી.એન.જી. ગેસ ગુજરાતમાં જ બને છે તો ગુજરાતમાં ભાવ વધારો કેમ ? ગુજરાત સરકારે રીક્ષાચાલકોને ધ્યાને રાખી તાત્કાલીક સી.એન.જી.ના ભાવમાં સુધારો કરી ઓછો કરવો જોઇએ અને સાથે એમ પણ જણાવ્યું કે જો આગામી ત્રણ દિવસમાં આ ભાવ વધારો પાછો નહીં લેવાય તો ભરૂચ નહી પણ ગુજરાત ઓટો રીક્ષા ફેડરેશનના પ્રમુખ સહિત તમામ એસોશિયેસન પ્રમુખો સાથે મળી ગાંધીનગર ખાતે ધરણાં યોજી ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરશે.