તા. ૧લી એપ્રીલ ૨૦૨ર૨નાં સવારે ૧૧.૦૦ કલાકે જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં સ્કીલ હબ ખાતે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય તથા શિક્ષણ મંત્રાલય નવી દિલ્હીની સુચના અને માગંદર્શન થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો પરીક્ષા પે ચચા ૨૦૨૨ કાર્યક્રમનું જીવંત પ્રસારણ યોજાયું હતું.
આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આ કાયક્રમમાં લોકલ ફોર વોકલ. એકતા મેં આનંદ, ખેલ ખેલ મેં, ઉત્કૃષ્ટ ભારતનાં નેજા હેઠળ આઇ.ટી.આઇ , એન. એસ. આઇ. ટી માં શિક્ષણ પ્રાપ્ત કરતા વિદ્યાર્થી ભાઇ-બહેનો દ્વારા રજુ કરેલ વિવિધ પ્રકારની કૃતિઓ, કલર પેઇન્ટીંગ, વોટર કલર પેઇન્ટીંગની પારંપારિક કલા થકી મહાત્મા ગાંધી પ્રેરિત આદર્શ, સ્વચ્છતા, ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા કાર્યક્રમોની કૃતિઓનું પ્રદર્શન યોજી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી હતી.
શિક્ષણ મંત્રી દ્વારા સૌનું શાબ્દીક સ્વાગત કરી પરીક્ષા પે ચર્ચા – ૨૦રરની શુભ શરૂઆત કરાવી હતી. જેમણે કોવિડ-૧૯ની મહામારી ઉપર ભારતે જે વિજય મેળવ્યો તેની સરાહના કરી જણાવ્યું કે જન આંદોલન થકી આપણે સિધ્ધ કરી શક્યા છીએ આપણને નવી દિશા મળી છે. ફરી શાળાઓ શરૂ થઇ ગઇ છે. અમૃત કાળમાં ભવિષ્યની પેઢી તૈયાર કરવા લાગી જઇએ. દેશનાં વિવિધ રાજયોની શાળા, મહાશાળાઓનાં વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાને લગતા વિવિધ પ્રશ્નોનાં ઉત્તર આપતા વડાપ્રધાનએ જણાવ્યું કે, શિક્ષણ સાથે હુનર પણ જરૂરી છે. આપણે તેને નવી શિક્ષણનિતિમાં વણી લીધેલ છે. આપણે કોઇપણ રીતે ઓફ લાઇન કે ઓન લાઇન જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ “માધ્યમ સમસ્યા નથી મન સમસ્યા છે“ મન ચલિત ન થવું જોઇએ એકાગ્રતાથી જ્ઞાન પ્રાપ્ત કરો જે નિરર્થક નિવડવાનું નથી. તેમનાં સકારાત્મક ઉદ્બોધનથી સૌ પ્રભાવિત થયા.
આ કાર્યક્રમમાં જેએસએસ સ્કીલ હબનાં તાલીમાર્થીઓ રિસોર્સ પસનસ, સ્ટાફ ગણ હાજર રહયા હતા. નિયામક ઝયનુલ આબેદીન સૈયદે પ્રેરણારૂપ કાયક્રમને નિહાળવા બદલ સૌનો આભાર વ્યકત ડયો હતો.