નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દેડીયાપાડા ની તમામ પ્રાથમિક શિક્ષકો, કર્મચારીઓએ નવી પેન્શન યોજનાનો વિરોધ કરી, જૂની પેન્શન યોજના અમલમાં લાવવા કાળી પટ્ટી ધારણ કરી બ્લેક ડે મનાવી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

નર્મદા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાના આચાર્યો તમામ સંવગૅના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓને આદેશ કરવામાં આવ્યો હતો કે ૧ એપ્રિલ ને શુક્રવાર ના રોજ જુની પેન્શન યોજના ચાલુ કરવા માટે  બ્લેક ડે ના કાયૅક્રમમાં  ફરજ ઉપર સૌએ કાળીપટ્ટી પહેરી ફરજ બજાવીને  કાયૅક્રમને  વેગવંતો બનાવી, કર્મચારીઓના હકકની તમામ બાબતો સરકાર સુધી પહોંચાડવાની છે.

નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘએ જૂની પેન્શન યોજનાનો લાભ કર્મચારીઓને મળે તે માટે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. તેના ભાગરૂપે આજ રોજ પ્રાથમિક શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી,” જૂની પેન્શન યોજના અમારો હક છે ” તેવા ચિત્રો પ્રદર્શિત કરી, જૂની પેન્શન યોજના લાગુ કરો ના ગગનભેદી નારાઓ લગાવી બ્લેક ડે ઉજવી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here