2 વર્ષ સુધી બંધ રહ્યા બાદ રવિવારથી ભારતમાંથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું સંચાલન ફરી શરૂ થવા જઈ રહ્યું છે. એરપોર્ટ અને એરલાઇન્સે 2 વર્ષ પછી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ચલાવવા માટે તેમની તૈયારીઓ પૂર્ણ કરી છે. ભારતીય એરલાઇન્સ ઉપરાંત, અમીરાત અને વર્જિન એટલાન્ટિક જેવી વિદેશી એરલાઇન્સ પણ નિયમિત ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

23 માર્ચ 2020થી ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન બંધ હતું. કોરોના સક્રમણના પહેલી લહેરના આગમન સાથે, આને રોકી દેવામાં આવ્યું અને સમય જતાં તે પ્રતિબંધ વધતો ગયો હતો, પરંતુ હવે આ પ્રતિબંધ ખતમ કરવાનો સમય આવી ગયો છે. આજથી ભારતથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ નિયમિતપણે શરૂ થશે. જોકે કેટલાક દેશો સાથે બાયો-બબલ વ્યવસ્થા હેઠળ કોરોના સમયગાળા દરમિયાન પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ કાર્યરત છે, તે મર્યાદિત વ્યવસ્થા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here