- જાગેશ્વરના મુખ્ય બજારમાંથી કુલ રૂ. 52 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
- સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી સ્થળ પરથી વિદેશી દારૂની 1482 બોટલો કરી કબજે
ભરૂચના દહેજના જાગેશ્વર ગામના મુખ્ય બજારમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલે વિદેશી દારૂના મોટા જથ્થા સાથે મહિલા સહિત ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા.
જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી કે જાગેશ્વર ગામના છેલ્લા ફળિયામાં રહેતી મહિલા બુટલેગર મનુબેન રાયજી પટેલ બજારમાં આવેલા તેના કિરાણા સ્ટોર અને બાજુના બંધ મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી માણસો રાખી તેમની પાસે વિદેશી દારૂનું વેચાણ કરાવે છે. જેથી સ્ટેટ મોનીટરીંગ સેલે ત્યાં દરોડા પાડી સ્થળ પરથી વિદેશી દારૂની 1482 બોટલો કબજે કરી હતી અને રૂ. 2 લાખનો દારૂ, વાહન તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 4.52 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મરીન પોલીસે મહિલા બુટલેગર મનુબેન રાયજી પટેલ, હિતેશ દિનેશ પટેલ તેમજ વિનોદ વિશ્વનાથ ઠાકોરને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા ઇસમોને વિદેશી દારૂ અંગે પુછપરછ કરતાં દારૂનો જથ્થો ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ્થ પાસેથી ધર્મેશ રાયજી પટેલ લઇ આવતો હોવાનું તેમણે જણાવ્યું હતું. જેથી પોલીસે વોન્ટેડ ઇસમોની પણ વધુ તપાસ હાથ ધરી છે.