
ભરૂચ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રેલ્વે સ્ટેશન સંકલ્પ ભૂમિ થી માટી કળશ યાત્રા માટે કાર્યકર મિત્રો વડોદરા સંકલ્પ ભૂમિ ખાતે જવા પ્રસ્થાન કર્યું હતું.
રાજકોટથી ગાંધીનગર સુધી સિદ્ધાર્થ પરમાર સંકલ્પ ભૂમિ માટી કળશ યાત્રા લઈને પહોંચવાના છે. જેમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી પણ અનુસૂચિત જાતિના મંડળો આ યાત્રામાં સહભાગી થવાના છે. જેમાં ઓબીસી/અનુસુચિત જાતી, આદીવાસી અને લઘુમતી સમાજને તેના સંવૈધાનિક અધિકાર માટે ભારત રાષ્ટ્ર અને સામાજિક જવલંત પ્રશ્નનો અન્વયે ગુજરાત રાજ્યમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે જ્યાં રાષ્ટ્ર અને સમાજ માટે સંકલ્પ લીધો હતો, એ વડોદરાની “ભીમ સંકલ્પ ભૂમિ”થી સંવિધાન સંકલ્પ સમર્પણ પદયાત્રા માટે સંકલ્પ માટી ભીમ જ્યોતિ કળશમાં લઈ રાજકોટથી સામાજિક યોદ્ધા સિધ્ધાર્થ પરમાર અન્ન ત્યાગ કરીને તારીખ 1 એપ્રિલથી સમર્પણ સંકલ્પ પદયાત્રાની શરૂઆત કરનાર છે.
ત્યારે આ પદયાત્રા રાજકોટ શહેરથી નીકળી અમદાવાદ થઈ ગાંધીનગર સ્થિત ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક પહોંચશે. આ દરમ્યાન રસ્તામાં આવતા તમામ ગ્રામ્ય વિસ્તારોમાં યાત્રા સામાજિક ન્યાયની ભીમજ્યોતિથી બહુજન સમાજમાં સંદેશો ફેલાવશે, ત્યારે ભરૂચથી પણ સંવિધાન સમર્પણ સંકલ્પ સમિતિ સંકલ્પ ભૂમિ માટી કળશ યાત્રામાં સહભાગી થવા આગેવાનો રેલ્વે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી વડોદરા તરફ જવા રવાના થયા હતા.