* પુલ મંજુર નહિ થાય કામગીરી ચાલુ ના કરવામાં આવે ત્યાં સુધી દરેક ચૂંટણીનો બહિષ્કાર કરાશેની ચિમકી

ભરૂચના વાલિયા તાલુકાના કેસર ગામના લોકોએ પ્રાથમિક સુવિધા ન મળતા તાલુકા પંચાયત બાદ ચૂંટણીનો બહિષ્કાર કરી મતદાન પ્રક્રિયાથી અળગા રહેતા વહીવટી તંત્ર દોડતું થયું છે. ગામના મતદાન મથક પર સવારે સાત વાગ્યાથી જ ચૂંટણી સ્ટાફ હાજર હતો. પરંતુ, એક પણ મતદાર મતદાન માટે ના આવતા મતદાન મથક ખાલીખમ જોવા મળ્યા હતા.

વાલિયા તાલુકાનાં કેસરગામના લોકો આઝાદીના સાત દાયકા બાદ પણ વિકાસથી વંચિત રહ્યા છે. તાલુકાનાં આ ગામમાં ૯૫૦ લોકો વસવાટ કરે છે. કેસરગામ અને ઈટકલા ગામની ગ્રૂપ ગ્રામ પંચાયત ઈટકલા ગામમાં આવેલ છે જેથી કેસરગામના લોકોએ સસ્તા અનાજની દુકાનમાં સામાન લેવા ઈટકલા ગામમાં જવું પડે છે.
આ ઉપરાંત શાળાના બાળકોએ જીવના જોખમે કીમ નદીને પાર કરી અભ્યાસ માટે આ ગામમાં જવું પડતું હૉય છે. આ બંને ગામ વચ્ચે કીમ નદી વાટે અડધો કિલોમીટર છે જ્યારે ચાર ગામ ફરીને જવું હૉય તો 20 કિલો મીટરનું અંતર કાપીને જવું પડે છે. આ નદી પર પુલ બનાવવાની અનેકવાર માંગ કરવામાં આવી છે પરંતુ તંત્ર અને નેતાઓએ બસ વાયદાઑ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.

૭ વર્ષ પૂર્વે ભરૂચ જિલ્લા કલેકટર અને સાંસદ મનસુખ વસાવાએ રૂબરૂ મુલાકાત લઈ ગામમાં પુલ અને અન્ય પ્રાથમિક સુવિધા આપવાની ખાતરી આપી હતી, પરંતુ આજદિન સુધી ગ્રામજનોને વાયદાઓ સિવાય કઈ મળ્યું નથી. ત્યારે ગામના આગેવાનોએ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે અને જ્યાં સુધી સુવિધા ન મળે ત્યાં સુધી આવનાર ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ભારત દેશીની આઝાદીના ૭૫ વર્ષ વીતી ગયા છે પરંતુ વાલિયા તાલુકાનાં કેસરગામના લોકો આજે પણ પ્રાથમિક વિકાસથી વંચિત રહ્યા છે. તાલુકાનાં આ ગામમાં ૯૫૦ લોકો વસવાટ કરે છે. કેસરગામ અને ઈટકલા ગામની ગ્રૂપ ગ્રામ પંચાયત ઈટકલા ગામમાં આવેલ છે. જેથી કેસરગામના લોકોએ સસ્તા અનાજની દુકાનમાં સામાન લેવા ઈટકલા ગામમાં જવું પડે છે .ઉપરાંત શાળાના બાળકોએ જીવના જોખમે કીમ નદીને પાર કરી અભ્યાસ માટે આ ગામમાં જવું પડતું હૉય છે .આવી તો ઘણી સમસ્યા કિમ નદી ઉપર પુલ છેલ્લા 20 વર્ષથી નહિ બનતા પડે છે.ગામનો વિકાસ ઘણા વર્ષોથી અટકેલો છે જેથી ગામજનોએ અગાવ જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીનો પણ બહિષ્કાર કરી વિરોધ્ધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ ફરી હાલ ગ્રામ પંચાયત સરપંચ અને સભ્યોની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરતા કેસરગામના બુથ ઉપર ચૂંટણી કામગીરી કરવામાં જોડાયેલા કર્મચારીઓ સિવાય એકપણ મતદાર ફરક્યું નહિ.

ઇટકલા થી કેસરગામ વચ્ચે કીમ નદી પર નાળું વર્ષો પહેલા બનાવેલ હતું જે 20 વરસ પહેલા નદીમાં પુર આવતા તૂટીને ઘોવાય ગયેલ હતું અને અન્ય રોડ ,પીવાના પાણી જેવા વિકાસના કામો નહીં થતા કેસરગામના 355 લોકોએ ભેગા મળી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરેલ છે. કિમનદીનો પુલ નહિ બનતા સરપંચના 5 ઉમેદવારને મતદાન નહિ કરીયે તેવો નિર્ણય કર્યો છે. સાથે જ્યાં સુધી આ પુલ મંજુર નહિ થાય કામગીરી ચાલુ ના કરવામાં આવે ત્યાં સુધી દરેક ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવો સર્વ ગ્રામજનોએ સર્વાનુમતે નિર્ણય કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here