• પારખેત ખાતે નલ સે જલ યોજના હેઠળ પાણીની ઓવરહેડ ટાંકીનું પણ ખાતમુહૂર્ત

ભરૂચ થી પાલેજનો મુખ્યમાર્ગ રૂપિયા 16 કરોડના ખર્ચે તથા કરગટથી સિતપોણ ગામને જોડતો રોડ રૂપિયા 72 લાખના ખર્ચે તૈયાર થતા વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે ટંકારીયા ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય ચાર ગામોને જોડતા માર્ગો, કહાંન ગામ ખાતે સ્મશાનને જોડતો માર્ગ તથા પારખેત ખાતે નલ સે જલ યોજના હેઠળ પાણીની ઓવરહેડ ટાંકીનું ખાતમુહૂર્ત કરાયું હતું.

ભરૂચથી પાલેજનો રોડ બિસ્માર બની જતા વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાની રજૂઆતના પગલે સરકારે રૂપિયા 16 કરોડના ખર્ચે મંજુર કરતા નવા રોડનું નિર્માણ થયું છે. સાથે કરગટથી સિતપોણનો માર્ગ પણ રૂપિયા 72 કરોડના ખર્ચે બનતા ટંકારીયા ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા માર્ગોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે ટંકારીયા ખાતે પહોંચતા ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કરી ઘોડા પર બેસાડી રેલી સ્વરૂપે કાર્યક્રમના સ્થળ સુધી લાવ્યા હતા.

ધારાસભ્ય અરૂણસિંહ રણાએ બન્નેવ માર્ગોના લોકાર્પણ કર્યા હતા. સાથે ટંકારીયાથી ઘોડી, કિસનાડ થી ઘોડી, હિંગલ્લા -સિતપોણ-ટંકારીયા, પાલેજ-કિસનાડ-ઠીકરીયા તથા કહાંન ગામ ખાતે જિલ્લા પંચાયતના સભ્ય મલંગખાન પઠાણની ગ્રાન્ટમાંથી સ્મશાનને જોડતો રોડ મંજુર કરાતા તેનું ખાતમુહૂર્ત પણ ધારાસભ્ય અરૂણસિંહ રણાએ કર્યું હતું. આ ઉપરાંત પારખેત ખાતે નલ સે જલ યોજના હેઠળ ઓવરહેડ ટાંકી અને સમ્પ મંજુર થતા તેનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું.

આ તકે ભાજપના જિલ્લા ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા તથા પ્રતિક્ષા પરમાર, જિલ્લા પંચાયતના સભ્ય મલંગખાન પઠાણ, ભાજપના તાલુકા પ્રમુખ અલ્પેશસિંહ રાજ, ભાજપના આગેવાન યતીન પટેલ, લઘુમતી સેલના જિલ્લા પ્રમુખ મુસ્તુફા, ભાજપના, વાગરા તાલુકા પંચાયતના સભ્ય ઇમરાન ભટ્ટી તથા ઝાકિર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ કોઈ પણ પ્રકારના જાતિ કે ધર્મના ભેદ વગર ભાજપ સરકાર વિકાસના કામો કરતી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેઓ વાગરા વિધાનસભા ક્ષેત્રમાં રસ્તા અને પાણીની સુવિધા ઉભી કરવા કટિબદ્ધ છે. આ પ્રસંગે ટંકારીયા, પાલેજ, કહાંન, પારખેત સહિતના ગામોના સરપંચ, આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here