આમોદ મામલતદારને આમોદના જૈન એલર્ટ ગ્રુપ દ્વારા લોકસભામાં ટી.એમ.સી.ના સાસંદ મહુઆ મોઇત્રા દ્વારા જૈન સમાજ વિશે કરેલી અભદ્ર ટીપ્પણી બદલ આવેદનપત્ર આપી સમગ્ર જૈન સમાજની માફી માગે તેવી રજુઆત કરી હતી. જૈન સમાજ સાથે આમોદ શહેર ભાજપના આગેવાનો તેમજ ભાજપ પક્ષના પાલિકા સદસ્યો પણ સમર્થન આપી આવેદનપત્ર આપવા માટે જોડાયા હતાં.
તૃણમૂલ કોંગ્રેસના સાસંદ દ્વારા લોકસભામાં જૈન સમાજને લઈને વાંધાજનક ટીપ્પણી કરવામાં આવી હતી.જેનાથી જૈન સમાજની લાગણી દુભાઈ હતી. જે બાબતે જૈન સમાજે આકરા શબ્દોમાં મહિલા સાંસદની ટીકા કરી હતી.અહિંસા પરમો ધર્મમાં માનતો જૈન સમાજ નાનામાં નાના જીવોની પણ હિંસા ના થાય તેની કાળજી રાખે છે અને જૈન સમાજ શુદ્ધ શાકાહારી સમાજ છે.
ત્યારે તૃણમૂલ કોંગ્રેસના સાસંદએ ભારતની સસંદમાં જૈન સમાજના છોકરાં અમદાવાદની લારી ગલ્લા ઉપર જઈ કાઠી કબાબ ખાય તો ઈંડા-માંસની લારીઓ બંધ કરી દેવાની ? આવા બેજવાબદાર નિવેદન સામે જૈન સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.ત્યારે આમોદ જૈન એલર્ટ ગ્રુપના સભ્યોએ આમોદ મામલતદાર ડૉ.જેડી પટેલને આવેદનપત્ર આપી સાંસદના બેજવાબદાર નિવેદનને કડક શબ્દોમાં વખોડી કાઢ્યું હતું.