જંબુસર નગરપાલિકાના સફાઈ કર્મીઓ 13 દિવસથી પ્રતીક ધરણાં અને 16 દિવસથી હડતાલ પર હોઈ નગરમાં કચરા અને ગંદકીના ઢગ જામતા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. કોંગ્રેસી અગ્રણીઓ દ્વારા વિરોધ પ્રદર્શનના બેનરો સાથે કચેરી ખાતે આવી. જંબુસર કે ગંદુસર ના નારા લગાવી, કચેરીના મુખ્ય દરવાજા અને પ્રમુખની ચેમ્બર પાસે ગંદકી અને કચરો ઠાલવવામાં આવ્યો હતો.

જંબુસર નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર તેમજ કોઈ જવાબદાર કર્મચારી હાજર ન હોય ચીફ ઓફિસરની ચેમ્બર પાસે નારા લગાવી ધરણા યોજવામાં આવ્યા. સાશકપક્ષ અને જવાબદાર અધિકારી તરફથી કોઈ પ્રતિક્રિયાના મળતા કોંગ્રેસ યુવા પ્રમુખ દ્વારા કચેરીના મુખ્ય દરવાજા અને પ્રમુખ તેમજ ચીફ ઓફિસરની ચેમ્બરને “તાળા “લગાવી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં વધુ ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here