ભરૂચના એક ગામના બે બાળકોની માતાને એક યુવાને લગ્નની લાલચ આપી શારીરિક સબંધ રાખ્યા હતા. જે બાદ બે બાળકોની માતા ગર્ભવતી થતા તેને યુવાને તરછોડતા તે મુશ્કેલીમાં મુકાઇ ગઈ હતી.આ પિડિત મહિલાએ અભયમ 181 મહિલા હેલ્પ લાઇનમા કોલ કરી પોતાની વ્યથા રજૂ કરી હતી. જેથી ભરૂચ અભયમ રેસ્ક્યુ ટીમએ બને ને સાથે રાખી અસરકારક કાઉન્સિલિંગ કરતા યુવકે લગ્ન કરવાનું સ્વીકારતા મહીલાને રાહત પહોંચી છે.
આ ઘટનામાં ભરૂચ પાસેના ગામની બે બાળકોની માતાને તેના પતિએ તરછોડી હતી. મહિલા બે બાળકોની જવાબદારી લઇ ભરૂચ ખાતે છેલ્લા ૧૦ વર્ષથી એકલી રહેતી હતી.જ્યાં તેની એક યુવક સાથે મિત્રતા થઈ હતી. સમય જતા યુવકે પ્રેમિકા અને બે બાળકોની માતાની હકિકત જાણી તેના બાળકો સહિત તેને અપનાવશે અને લગ્ન પણ કરશે આમ જણાવતા બંન્નેવ પતિ પત્નીની જેમ રહેતા હતા. બાદમાં પ્રેમિકા મહિલા ગર્ભવતી થતા જ હવે યુવક સાથે રહેતો નથી અને લગ્ન કરવાની પણ ના પાડે છે. જેથી તેણી મુશ્કેલી મા મુકાતા અભ્યમની મદદ માગી હતી.
અભયમ ટીમે તેઓને કાયદાકીય માહિતી આપતા જણાવ્યું હતુ કે, હયાત પતિ હોય તો બીજા લગ્ન ના કરી શકાય આ માટે તમારે કાયદેસર છૂટાછેડા લેવા પડે. આ ઉપરાંત બે બાળકની માતા સાથે અપરણિત યુવક લગ્ન કરવા નહિ પરંતુ શારીરિક સબંધ માટે મિત્રતા કેળવતા હોય આ તમારે ધ્યાનમા રાખવું જોઇએ. મહિલાએ પોતાની ભૂલ કબૂલી હતી અને આવી મુશ્કેલ પરિસ્થિતિ માથી બહાર કાઢવા મદદ માટે વિનંતી કરી હતી.
અભયમ ટીમે યુવક ને જણાવેલ કે લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરવું તે ગુનો બને છે. જેથી તારી સામે કાયદેસર કાર્યવાહી થશે. યુવકે લેખિતમા આ ભૂલ બદલ માફી માગી હતી અને તે મહિલાને અપનાવશે તેવી ખાતરી આપી હતી. આથી મહીલા દ્વારા આગળ કોઈ કાયૅવાહી ના કરવી હોય બંને વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું.