દેશના અલગ-અલગ વિસ્તારોમાં અનેક હવામાન સિસ્ટમ સક્રિય થઈ છે. ઉત્તર પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં સક્રિય છે. આ ઉપરાંત પૂર્વી ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.

દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર થવાના સંકેતો મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 12 નવેમ્બરે દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ સહિત દેશના 16 રાજ્યોમાં વરસાદ, ગાજવીજ અને તેજ પવનને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 70થી 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. બીજી તરફ પહાડી વિસ્તારોમાં વરસાદ સાથે બરફવર્ષાની આશંકા છે. આ બદલાતા હવામાનની વચ્ચે ગુજરાતના હવામાન અંગે પણ મહત્વની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. એટલે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ હાલના સ્તરે જળવાઈ રહેવાના સંકેતો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના અલગ-અલગ વિસ્તારોમાં અનેક હવામાન સિસ્ટમ સક્રિય થઈ છે. ઉત્તર પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં સક્રિય છે. આ ઉપરાંત પૂર્વી ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. સિક્કિમ નજીક પણ આવી જ હવામાન પ્રણાલી વિકસી રહી છે. આ સિસ્ટમોની અસરથી ઉત્તર અને પૂર્વ ભારતના હવામાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે.

12 નવેમ્બરે દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદ અને તેજ પવનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 70થી 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. વરસાદ અને ભારે પવનને કારણે જનજીવન પ્રભાવિત થવાની શક્યતા છે. પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વીજળી પડવાનું જોખમ પણ વ્યક્ત કરવામાં આવ્યું છે.
ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં હવામાન વધુ ખરાબ થવાની શક્યતા છે. અહીં વરસાદ સાથે ઠંડા પવનો ફૂંકાઈ શકે છે, જ્યારે ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષાની પણ સંભાવના છે. આના કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે અને ઠંડીનું પ્રમાણ વધી શકે છે. બીજી તરફ પૂર્વોત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળી પડવાની આશંકા હોવાથી લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.






