જંબુસર તાલુકાના ભોદર ગામે બેસતા વર્ષના પવિત્ર દિવસે મારામારીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જૂની અદાવતને લઈને યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી રહી છે. આ ઘટનાને પગલે ગામમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી પ્રાથમિક માહિતી મુજબ, આશરે ત્રણ મહિના અગાઉ એક યુવતીને લઈને યુવક ભાગી ગયો હોવાની બાબતને લઈને યુવતીના પક્ષમાં રોષ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ જૂની અદાવતનો ખાર રાખીને યુવક જ્યારે ત્રણ મહિના બાદ દિવાળીના તહેવાર નિમિત્તે પોતાના ગામમાં આવ્યો હતો, ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બેસતા વર્ષના દિવસે શંકર ભાઇલાલ પટેલ નામનો યુવક ખેતરમાં દીવા કરવા માટે ગયો હતો. તે દરમિયાન તેના પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. હુમલામાં શંકર ભાઇલાલ પટેલના પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી અને તેમના પગ ભાંગી નાખવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે.

ઘટના બાદ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને સારવાર આપવામાં આવી પગે ગંભીર ઈજા પહોંચતા વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી ખાતે ખસેડવામાં આવ્યો

આ ઘટનાની જાણ વેડચ પોલીસને કરવામાં આવી છે. હવે પોલીસ દ્વારા ઘટનાની હકીકત, હુમલા પાછળનું ચોક્કસ કારણ અને તેમાં સંડોવાયેલા લોકો અંગે તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે.

*બેસતા વર્ષના તહેવારના દિવસે બનેલી આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. જૂની અદાવતના કારણે થયેલા આ હુમલાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here