નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં બેસતા વર્ષના દિવસે દેવળિયાથી તિલકવાડા જઈ રહેલી મારુતિ ઇકો કારમાં આગ લાગી હતી. કામસોલી અને ગોલા તલાવડી ગામ વચ્ચે બનેલી આ ઘટનામાં કારમાં સવાર બે મુસાફરો બહાર નીકળી જતા બચી ગયા હતા.
GJ 06 JE 6777 નંબરની કારમાં આગ લાગ્યા બાદ થોડી જ મિનિટોમાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ અથવા અન્ય કારણથી આગ લાગી હોઈ શકે છે. કારણની તપાસ બાદ જ સ્પષ્ટતા થશે.

ઘટનાની જાણ થતાં તિલકવાડા પોલીસ સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આગને કારણે કાર સંપૂર્ણપણે બળી ગઈ હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આગ લાગતાં રસ્તેથી પસાર થતા લોકો સ્થળે એકઠા થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here