ભરૂચના નારાયણ નગર-2 વિસ્તારમાં ઘરની બહાર આવેલી ગેસ લાઇનમાં લીકેજ થતાં આગ લાગવાની ઘટના બની હતી. પ્રાથમિક અનુમાન મુજબ, ગેસ લીકેજ થઈ રહ્યું હતું તે દરમિયાન નજીકમાં કેટલાક બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા. આ સમયે ફટાકડામાંથી નીકળેલા તણખા ગેસના સંપર્કમાં આવતાં આગ ભભૂકી હોવાનું મનાઈ રહ્યું છે.

ઘટનાસ્થળે પોલીસ અને ફાયર વિભાગ દોડી આવ્યા
ગેસ લાઇનમાં આગ લાગતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. બીજી તરફ, ફાયર વિભાગની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેતાં વધુ નુકસાન થતું અટક્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here