આમોદ તાલુકાના ભીમપુરા ગામમાં મોડી રાત્રે રહેણાક વિસ્તારમાં દેખાયેલા મગરને અનિલભાઈ ચાવડા અને તેમની ટીમે રેસ્ક્યુ કર્યો. મગર દેખાતા બાળકો, મહિલાઓ સહિત ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ હતી.રાત્રે આશરે એક વાગ્યે ભીમપુરાના સરપંચ દિપસંગ રાઠોડ, કપિલભાઈ જાદવ અને અન્ય આગેવાનો આમોદ નગરમાં ભજનના કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા. ગામમાં પ્રવેશતા તેમની નજર મગર પર પડી. તેમણે મગર પર નજર રાખી અનિલભાઈ ચાવડાને ફોન કર્યો.

દિવાળીના તહેવારોની મોસમ હોવા છતાં, અનિલભાઈ ચાવડા પોતાની ટીમ સાથે ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ મગરનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ કર્યા બાદ મગરને સુરક્ષિત રીતે ‘છોટા હાથી’ ટેમ્પોમાં લઈ વનવિભાગને સોંપવા રવાના કરાયો હતો. ગામના આગેવાનો અને લોકોએ ટીમની આ પ્રશંસનીય કામગીરીને જોરદાર બિરદાવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here