ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં નવનિર્માણ સંઘે જરૂરિયાતમંદ બાળકોને દિવાળી કીટ આપી. કીટમાં ફટાકડા, કપડાં અને મીઠાઈ સહિતની સામગ્રી હતી.
નવનિર્માણ સંઘ (બી.એન.એસ.) ગ્રુપ અને ભરૂચ જિલ્લા ભાજપ વિધાનસભા મતવિસ્તારના પરિવારે આ વિતરણ કર્યું. સંઘના સ્થાપક વૃષભ પટેલે કીટ તૈયાર કરાવી હતી.સંઘે જણાવ્યું કે સ્લમ વિસ્તારોમાં રહેતા બાળકો પણ તહેવાર ઉજવી શકે તે હેતુથી આ કીટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ જિલ્લા પ્રમુખ પરેશ લાડ, નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી અને વૃષભ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.





