નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ સંકલ્પ હેઠળ ભરૂચ જિલ્લામાં ‘નો ડ્રગ્સ ઇન ભરૂચ’ અભિયાન ચાલી રહ્યું છે. આ અંતર્ગત એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW)એ વાગરા તાલુકાના જોલવા ગામે કાર્યવાહી કરી છે.


આ કાર્યવાહી ભરૂચના ANWના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ.પટણીની આગેવાનીમાં થઈ હતી. એ.એસ.આઇ. જયેન્દ્રસિંહ મહોબતસિંહને બાતમી મળી હતી કે ગોવિંદ દુકાનમાં નશાકારક ગોળીઓ વેચે છે. જે આધારે પોલીસે દરોડો પાડી ફિલાટેક્સ ચોકડી પાસેની દેવ નારાયણ ટી કોર્નર નામની દુકાનમાંથી પોલીસે 6.70 લાખ રૂપિયાની 13 કિલો 400 ગ્રામ નશાકારક તરંગ વિજયાવટી ગોળીઓ જપ્ત કરી છે. આ જપ્ત કરાયેલા મોબાઈલ ફોન સહિત કુલ 6.95 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસે ગોવિંદ શંકર રેબારી (ઉં.વ. 27)ની ધરપકડ કરી છે, જે જોલવાનો રહેવાસી છે. જ્યારે આ જથ્થો પૂરો પાડનાર રાજસ્થાની શખ્સ દુધારામને વોન્ટેડ જાહેર કર્યો છે. દહેજ પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here