ગઇ તા.૦૯/૧૦/૨૦૨૬ ના કલાક.૧૯/૦૦ થી તા.૧૨/૧૦/૨૦૨૬ ના કલાક.૧૦/૦૦ દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમે ભરૂચ જીલ્લા આયોજન ભવનની કચેરી કંપાઉન્ડમાં લગાવેલ AC ના કુલ પાંચ (૦૫) આઉટડોર પૈકી બે(૦૨) આઉટડોર દિવાલ ઉપરથી નિચે ફેંકી દઈ આશરે કિ.રૂ.૧૦,૦૦૦/-નું નુકશાન કરેલ તથા તમામ AC ના ઇન્ડોર થી આઉટડોરને જોઇન્ટ કરતી કોપર ધાતુની પાઇપ આશરે વજન ૦૫ કિલોગ્રામ જેની કિં.રૂ.૬૦૦૦/- ની ચોરી કરી લઇ ગયેલ હોય,જે બાબતની ફરિયાદ ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવી હતી.

જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર કે.ડી.માંગરોલીયા નાઓ દ્વારા સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી સદરહુ AC કોપર પાઇપ ચોરીનો ગુનો શોધી કાઢવા સુચનો કરેલ અને માર્ગદર્શન આપેલ જેના આધારે ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા વિવિધ દિશામાં તપાસ કરી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ અને જુદી જુદી જગ્યાના CCTV ફુટેજ મેળવી ઝીણવટ-પૂર્વક તપાસ કરવામાં આવી હતી.
જે દરમ્યાન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સ આધારે બાતમી હકીકત મેળવેલ કે, “ભરૂચ જીલ્લા આયોજન ભવનની કચેરીના કંપાઉન્ડમાંથી ચોરી થયેલ AC ના ઇન્ડોરથી આઉટડોરને જોઇન્ટ કરતી કોપર ધાતુની પાઇપ ચોરી કરનાર ઇસમ ચોરીમાં ગયેલ અસલ મુદ્દામાલ સાથે હાલ યુનીયન સ્કુલ સામે ઉભેલ હોવાની બાબતની ચોક્કસ બાતમી મળતા બાતમી વાળી જગ્યાએ જઈ બાતમીમાં જણાવેલ ઈસમ મળી આવ્યો હતો.
જેથી આ આરોપીને ચોરીમાં ગયેલ ૧૦૦% મુદ્દામાલ સાથે ઝડપી લઇ AC કોપર પાઇપની ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં એ ડિવિઝન પોલીસને સફળતા મળી છે. પોલીસે આરોપી બજરંગીકુમાર જગદીશભાઇ વાઘેલા ઉ.વ.૩૧ રહે. સોનતલાવડી, જીલ્લા ઉદ્યોગ ભવન પાસે,ભરૂચ ની અટક કરી તેની પાસે ચોરીમાં ગયેલ AC ના ઇન્ડોર થી આઉટડોરને જોઇન્ટ કરતી કોપર પાઇપના ટુકડા જેનો આશરે વજન પાંચ (૦૫) કિલોગ્રામ કિ.રૂ. ૬,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





